તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડિયા:ઉમલ્લા પાસેની પ્રદુષણ ફેલાવતી RPL સામે કાર્યવાહી કરવા માંગ

ઝઘડિયા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય છોટુવસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી

કંપનીની આજુબાજુના લોકોની ફરિયાદ હતી કે કંપની વપરાશના પ્રદૂષિત પાણીને ભૂગર્ભમાં ઉતારતી હોય પ્રદૂષિત થાય છે અને પીવાલાયક રહ્યાં નથી. પ્રદુષણના કારણે જમીનનું સ્તર પણ ખરાબ થતું હોય પાકને અસર થાય છે ઉપરાંત વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડ નું લેવલ વધવાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું હોય જે માનવ સ્વાસ્થ્યને અસર કરે છે જેથી તેની તપાસ કરી નિયમ અનુસાર પગલાં લેવા જણાવ્યું હતું. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ઉમલ્લા નજીક બામલ્લા પાસે આવેલી આરપીએલ (રાજશ્રી પોલીફિલ) કંપની પ્રદૂષિત પાણી છોડતી હોય તેનું જળ સ્તર જમીન અને હવા બગડતી હોય કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય છોટુ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત આરપીએલ કંપની આવેલ છે જે કંપની ખરેખર બામલ્લા ગ્રુપ પંચાયત, તવડી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલ છે પરંતુ હાલમાં ગ્રામ પંચાયતના લોકેશન માં ફેરફાર કરેલ છે. આરપીએલ કંપની દ્વારા હવા પાણી જમીન સંબંધી પ્રદૂષણ અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા મારી સમક્ષ કરવામાં આવે છે. કંપનીના વપરાશના પ્રદૂષિત પાણીને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને તે હવે પીવાલાયક રહ્યાં નથી. કંપનીની આજુબાજુના જમીન સ્તર પણ પ્રદૂષિત થવાના કારણે સ્થાનિક ખેડૂતોના પાકને અસર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો