તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝઘડિયા તાલુકામાં મારામારીના બે બનાવમાં બે ઈસમો સામે ગુનો

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • તારી છોકરી મારી સાથે કેમ નથી બોલતી તેમ કહીં મહિલા પર હૂમલો

મારામારીની પ્રથમ ઘટનામાં ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતી તારાબેન બાલુભાઈ વસાવા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારાબેન તેના ઘરે હતી ત્યારે તેમના ફળિયામાં રહેતો અજય અરવિંદ વસાવા તેમના ઘરે હાથમાં લોખંડની પાઇપ ઘરે આવેલો અને તારાબેનને કહેતો હતો કે તે મારી વિરુદ્ધ તારી છોકરી મારી સાથે બોલતી ન હતી તે બાબતની ફરિયાદ કેમ આપેલ હતી ઇજાગ્રસ્ત તારાબેનને અવિધા સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને માથાના ભાગે પાંચ ટાંકા તથા છાતીના ભાગે નવ ટાંકા આવ્યા હતા, જેથી તારાબેન બાલુભાઈ વસાવાએ અજય અરવિંદ વસાવા રહે મુલદ તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારામારીની બીજી ઘટનામાં ગતરોજ મોસીન તેની હાઇવા લઇ રાજપારડી જીએમડીસી ખાતે આવી સીલીકા ભરી રાજકોટ જવા નીકળ્યો હતો. તે ઝઘડિયા નજીકના વાઘપુરા પાસેથી પસાર થતો હતો ત્યારે એક બાઇક ચાલક ઓવરટેક કરવાની કોશિશ કરતો હતા ત્યાર પછી બાઇકના ચાલકે ટ્રકની સાઈડમાં બાઇક આવતા હાઈવે ચાલકે તેની હાઇવા સાઈડમાં ઉભી રાખેલ અને નીચે ઉતર્યા ત્યારે બાઇકચાલકે ઓવરટેઇક કરવા બાબતે મોસીન સાથે ગાળાગાળી કરેલી અને તેના હાથમાંની લોખંડની પાઇપ મોસીન ના કપાળના ભાગે મારતા તથા જમણા હાથે મારી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...