આક્ષેપ:કોંગ્રેસ અને ભાજપ એક જ વેલાના તુંમડા છે : ધારાસભ્ય છોટુ વસાવા

ઝઘડિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓની જમીન ભૂમાફિયાઓ દ્વારા હડપ કરી લેવાના આક્ષેપો

ઝઘડિયાના ધારાસભ્ય અને તેજાબી વક્તા તરીકે જાણીતા છોટુભાઇ વસાવાએ પુનઃ એકવાર કોંગ્રેસ અને ભાજપને આડે હાથે લીધા હતા. ગતરોજ આદિવાસીઓની જમીન ભૂમાફિયાઓ દ્વારા હડપ કરી લેવાના આક્ષેપો કર્યા બાદ પુનઃ આજે કોંગ્રેસ તથા ભાજપને બન્ને એક જ વેલાના તુમડા હોવાનું જણાવ્યું હતુ.

મીડિયા સમક્ષ ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે ઘણો સમય વિતી ગયો છે. ગુજરાતમાં ૨૭ વર્ષ થી ભાજપ રાજ કરે છે. તેમ છતાં હજુ કોંગ્રેસનો વાંક કાઢે છે. બધા કોંગ્રેસવાળાને તો તમે સામેલ કરી લીધા છે. જો કોંગ્રેસ ખરાબ હતી તો તમે પક્ષમાં સામેલ શા માટે કર્યા ? એવો વેધક પ્રશ્ન પણ તેઓએ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ નરી બનાવટ છે તેમજ બન્ને પક્ષો જવાબદાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે સાથે કોંગ્રેસ તેમજ ભાજપ બન્ને એક જ વેલાના તુમડા હોવાનો કટાક્ષ કર્યો હતો. તેઓને અલગ સમજવાની જરૂર નથી એમ પણ તેઓએ જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં લોકો અને દેશ જીવી નહીં શકે એમ પણ જણાવ્યું હતું. એટલે આપણે સૌ એ ભેગા થઈને કોઈપણ સમાજના હોય આપણે આવી સરકારોને દુર કરવી પડશે તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...