તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સુરવાડીની મહિલા સાથે લગ્ન કરી બે વર્ષમાં જ તરછોડી દેતાં ફરિયાદ

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની કંપનીમાં કામ કરતા ગોવાલીના યુવાન સાથે આંખ મળી હતી
  • મહિલાને ધમકી આપી મારઝૂડ કરતાં મામલો ઝઘડિયા પોલીસમાં

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામે રહેતી ટીના વસંતભાઈ વસાવા અંકલેશ્વર જીઆઇડીસીમાં મજુરી કરતી હતી. બે વર્ષ પહેલાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામનો સતીશ ફતેસિંગ ભાઈ વસાવા નામનો ઇસમ પણ તેની સાથે મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન બંને ની આંખો મળી જતાં તેઓ બન્ને સુરવાડી ખાતે ટીના ના ઘરે તેના મા-બાપ સાથે રહેતા હતા. આજથી ચાર પાંચ મહિના અગાઉ સતીશ ટીના સાથે ઝઘડો કરી તેના ગામ ગોવાલી આવી ગયો હતો. જેથી ટીનાએ સતીશ વિરુદ્ધ ભરૂચ નારી કેન્દ્ર માં ફરિયાદ કરી હતી. નારી કેન્દ્ર માં થયેલી ફરિયાદની રીસ રાખી સતીશે ટીના ને ફોન કરી સમાધાન કરવા માટે મુલદ અને ગોવાલી ગામ વચ્ચે બોલાવી હતી અને ત્યાં બોલાવ્યા બાદ સતીશે જણાવેલ કે તું મારા સામે કેમ અરજી કરેલ છે ? હું તારા સાથે રહેવાનો નથી તેમ કહી ટીના ને ગમે તેમ ખરાબ ગાળો બોલી મોઢાના ભાગે લાફા મારી દીધા હતા. આ દરમિયાન લોકો ભેગા થઈ જતા સતીસે ટીનાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ટીના વસાવાએ સતીશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો