તકરાર:ઝઘડિયામાં મારામારીની બે ઘટનામાં પાંચ સામે ફરિયાદ

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા ધર્મેશની ભત્રીજી જાનવીએ તેના કાકાને જણાવ્યુ હતું કે ગામનો રાકેશ વસાવા તેને ખોટી રીતે હેરાન કરે છે. જેથી ધર્મેશે રાકેશના ઘરે જઇ તેના મમ્મીને આ વાતની જાણકરી હતી. રીસ રાખી રાકેશ તેના પપ્પા મુકેશ અને તેનો ભાઈ નયનેશ ધર્મેશના ઘરે આવી ધર્મેશ સાથે ઝપાઝપી કરવા ધર્મેશ માથાના ભાગે ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. મારામારી બાબતે ધર્મેશ વસાવાએ ત્રણેય વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારામારીની બીજી ઘટનામાં ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામે રહેતા અલ્પેશ માછી મંદિરેથી પરત ઘરે આવતો હતો તે વેળા ગામના મુકેશ માછીએ અલ્પેશને જણાવેલ કે મારી ભાભી સાથે ફોન ઉપર કેમ વાત કરે છે ? આમ કહેતા મુકેશ અસભ્ય વર્તન કરી અલ્પેશને પકડી રાખી ગણેશ માછીએ આવી લાકડી વડે તેને પગમાં તથા બરડાના ભાગે માર માર્યાે હતા. અલ્પેશને મૂઢ માર માર્યો હોય 108 એમ્બ્યુલન્સ મારફતે સીએસસી ખાતે સારવાર માટે દાખલ કર્યો હતો. મારામારીમાં અલ્પેશે મુકેશ માછી, ગણેશ માછી વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...