હુકમ:સંબંધીત માહિતી સત્વરે આપવા કલેક્ટરનો મામલતદારને હુકમ

ઝઘડીયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના 5 ગામોની સરકારી મિલકતની RTIમાં માહિતી માંગી

ઝઘડિયાના વખતપુરા ગામના રાજેશ ભગત દ્વારા જાહેર માહિતી અધિકારી અને ચીટનીશ ટુ કલેકટર ભરૂચ પાસે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એકટ મુજબ માહિતી માંગી હતી કે સ્ટેટ મોનીટરીંગ સેલ સચિવાલય ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડી સરકારી ખરાબા, તળાવ, ગૌચર જમીનોનું વેરીફિકેશન કરવા જણાવ્યું હતું. જે પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લાના સેલોદ, ફૂલવાડી, કપલસાડી, દઢેડા, સરદારપુરા ગામે આવેલ તમામ સરકારને સંપ્રાપ્ત થયેલ સરકારી મિલકતમાં વેરિફિકેશન સને 2006થી 2020 સુધી કરવામાં આવેલ હોય તેની રેકર્ડ આધારીત માહીતીની પ્રમાણિત નકલની માહિતી માંગી હતી.

જાહેર માહિતી અધિકારી દ્વારા આ માહિતી માટે ડીએલઆર, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા, મામલતદાર ઝઘડિયાને તબદીલ કરવામાં આવી હતી. જેમાં સંપૂર્ણ માહિતી નહીં મળતા અરજદારે પ્રાંત અધિકારી ઝઘડિયા ખાતે પ્રથમ અપીલ કરી હતી. મામલતદાર ઝઘડિયા ટીમ બનાવીને રેકોર્ડ શોધ કરી રેકોર્ડ મળ્યે થી અરજદારે માગેલી માહિતી વિના મૂલ્યે આપવા હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...