તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:અવિધા ગામની સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટ કચેરી જર્જરિત

ઝઘડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના બારી દરવાજા બંધ કરવા લાયક રહ્યા નથી

ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ અને વધારાના મામલતદારની કચેરી આવેલી છે. આ કચેરી છેલ્લા એક દશકા કરતા વધુ સમયથી જર્જરિત હાલતમાં છે. સીટી સર્વે કચેરીનું મકાન સહિતનું ફરતી ફર્નિચર વાપરવા લાયક રહ્યું નથી.

દીવાલો પર ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં ભેજ ઉપસી આવે છે, ઉપરાંત કચેરીના બારી દરવાજા તો બંધ કરવાને લાયક પણ રહ્યા નથી તેમ છતાં ગતિશીલ સરકાર દ્વારા આવી કચેરીઓમાં સરકારી દસ્તાવેજો તથા નાગરિકોના અગત્ય ના રેકોર્ડ રાખવામાં આવે છે. આ બાબતે ઝઘડિયા તાલુકાના અવિધા ગામના એડવોકેટ નિલેશભાઈ જણાવ્યું હતું કે અવિધા ખાતે આવેલ સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ કચેરી માં છેલ્લા છ વર્ષ કરતાં વધુ સમયથી વીજ કનેક્શન કપાય ગયું છે અને વરસાદી વાતાવરણમાં કેરોસીનના ખડીયો સળગાવી કામ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...