અકસ્માત:ઝઘડિયાના મુલદ ગામ પાસે કારની ટક્કરે બાઇક ચાલકને ગંભીર ઇજા

ઝઘડિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ઇજાગ્રસ્ત યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ નજીક એક ફોર વ્હિલ ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકને ગંભીર ઇજા થતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો જયકુમાર ઉર્ફે સચીનભાઇ કાંતીભાઇ પટેલ નામનો યુવક ગતરોજ નેશનલ હાઇવે ઉપર મુલદ ચોકડી નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવવા ગયો હતો.

આ યુવક પેટ્રોલ પુરાવવા જઇ રહ્યો હતો ત્યારે મુલદ ચોકડીથી માંડવા તરફ હાઇવે પર એક ફોર વ્હિલ ગાડી મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને ડાબા પગે નળામાં ફેકચર થવા ઉપરાંત શરીરના અન્ય ભાગોએ ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. આ અકસ્માત બાબતે જયકુમાર ઉર્ફે સચીનભાઇ કાંતીભાઇ પટેલ રહે.ગામ માંડવા તા.અંકલેશ્વર જિ.ભરૂચનાએ અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...