તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:સુરતની અથર્વ ગ્રુપ એજન્સીએ સબસિડી અપવાનું કહી લોકો પાસેથી નાણાં પડાવ્યા

ઝઘડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એજન્સીની સુરતની ઓફિસને તાળું મારી મોબાઈલ બંધ કરી કર્મચારીઓ પલાયન

ઝઘડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સરકારી યોજનાના નામે સોલાર સિસ્ટમ, ટ્રેક્ટર લોન યોજના, એગ્રીકલ્ચર બોરવેલ સબસીડી યોજનાના નામે બોગસ એજન્સીઓ ઊભી કરી લોકોને છેતરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ગત સપ્ટેમ્બર માસમાં ઝઘડિયામાં અથર્વ ગ્રુપ નામની સુરતની એક એજન્સી સરકારી સબસીડી સાથે રહેણાંક મકાનમાં સોલર સિસ્ટમ યોજના લઇને આવી હતી. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ઝઘડિયાના પાંચ જેટલા રહીશોએ સોલાર સિસ્ટમ યોજના લીધી હતી. જેમાં પરેશ વિઠ્ઠલ પ્રજાપતિ, નરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ પરમાર, હરેશ પ્રતાપ મૌર્ય, પૃથ્વીરાજસિંહ જશવંત પરમાર અને દિલીપસિંહ ભુપેન્દ્રસિંહ ચૌહાણે અથર્વ ગ્રુપ પાસેથી સોલાર સિસ્ટમની યોજના માટે 30 ટકાકે તેથી વધુ જેટલું પેમેન્ટ અથર્વ ગ્રુપને ચેક દ્વારા ચૂકવ્યું હતું.

અથર્વ ગ્રુપ દ્વારા ઝઘડિયાની સાઇટ વિઝીટ કરી લાભાર્થીઓને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી આધારકાર્ડ, લાઈટ બિલ, ફોટા, વેરાબિલ, કેંસલ ચેક વિગેરે દસ્તાવેજો માંગ્યા હતા અને સોલાર સિસ્ટમ બેસાડવાનું કામ ચાલુ થશે એટલે 30 ટકા પેમેન્ટ ચૂકવવાનું રહેશે. તે બાદ વધુ રકમ ચૂકવવાની રહેશે તેમ જણાવ્યું હતું. જેમાં કેટલાકે તો ૩૦ ટકા પૈસા ચૂકવાયા છે તો કેટલાકના ૬૦ ટકા પૈસા ચૂકવાયા છે પરંતુ ત્યારબાદ ત્રણ માસથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. લાભાર્થીઓ તેમની સુરત ખાતેની ઓફિસે પહોંચ્યા હતા સુરત ખાતેની ઓફિસને તાળું માર્યું લાભાર્થીઓ છેતરાયા હોવાનો અનુભવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો