તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાત્રિના સમયે ટ્રક ઝઘડિયા ચોકડીથી અંકલેશ્વર તરફ જતા ડિવાઈડર પર ચડી

ઝઘડિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા SOU રોડના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું

બિસ્માર ધોરીમાર્ગના પગલે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો ઝઘડિયા તાલુકામાં સરદાર પ્રતિમાના ધોરીમાર્ગ પર થાય છે. સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર અધૂરું કામ પડતુ મુકી પલાયન થઇ ગયા બાદ તેનું સમારકામ પણ નિયત સમયે થતું નથી. ગતરોજ રાજપારડી તરફથી આવતી એક હાઇવા ટ્રક ઝઘડિયા ચાર રસ્તા પર સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર અધુરા બનેલા રોડ ડીવાઇડરના કારણે અને ધોરીમાર્ગ પર કોઈ ડિવાઈડર શરૂ થાય છે તેવું કોઈ સાઈનબોર્ડ નહીં હોવાના કારણે ડિવાઈડર પર આખી હાઇવા ટ્રક ચડી ગઈ હતી અને ટાયરથી અધ્ધર થઇ ગઇ હતી.

જેના કારણે હાઇવા ટ્રક માલિકને મોટું નુકસાન જવાબદાર કોન્ટ્રાકટર તથા વહીવટી તંત્રની બેદરકારીના કારણે થવા પામ્યું છે. સદનસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ સરદાર પ્રતિમાની દેખરેખ રાખતા જવાબદાર વહીવટીતંત્ર અવારનવાર આવા અકસ્માતોમાં વાહનમાલિકોને નુકસાન થયા કરે છે સત્વરે આ બાબતે વહીવટીતંત્ર દ્વારા સરદાર પ્રતિમા રોડ પર દિશાસૂચક બોર્ડ વિગેરે મૂકવામાં આવે જેથી ચાલકોને માર્ગદર્શન મળી રહે.

અન્ય સમાચારો પણ છે...