રાજકારણ:પિતા અને પુત્ર ગુનાની બાબતે બળિયા બંને સામે 25 જેટલી પોલીસ ફરિયાદો

ઝઘડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટુ વસાવા મોટાભાગના કેસમાં નિર્દોષ : મહેશને 3 વર્ષની સજા પણ થયેલી છે

ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક પર બીટીપીમાંથી મહેશ વસાવા સામે તેમના પિતા મહેશ વસાવાએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. પિતા અને પુત્ર વચ્ચેનો આ જંગ રાજયભરમાં ચર્ચાની એરણે ચઢયો છે. બંને પિતા અને પુત્ર સામે ઝઘડિયા, વાલીયા અને ડેડિયાપાડા સહિતના પોલીસ સ્ટેશનોમાં 25 ગુના નોંધાયેલાં છે.ઝઘડિયા બેઠક પર સાત ટર્મથી ચૂંટાઇ આવતાં છોટુ વસાવા હવે તેમનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પુત્ર મહેશ સામે જંગે ચઢયાં છે.

મહેશ વસાવાએ પોતાને બીટીપીના ઉમેદવાર જાહેર કરી દેતાં છોટુ વસાવા માટે કયાંથી ચૂંટણી લડવી તે એક સવાલ હતો પણ તેમણે પુત્રની સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે.જિલ્લાની પાંચેય બેઠકોમાં છોટુ વસાવા સૌથી વધુ ઉંમરના ઉમેદવાર છે. તેમની વય 77 વર્ષની છે. તેમની સામે ઝઘડિયા પોલીસ મથકે 16 અને વાલિયા પોલીસ મથકે 9 ફરીયાદ નોંધાયેલી છે.

મોટાભાગના કેસમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી દીધાં છે. જયારે તેમના પુત્ર મહેશ 55 વર્ષના છે. તેઓ ધોરણ 12 નાપાસ છે. અંકલેશ્વર કોર્ટે 3 વર્ષની સાદી કેદની સજા કરેલી જેમાં જામીન મુક્ત છે. જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 15, વાલિયામાં 8 અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશને 2 કેસ નોંધાયેલા છે.

5 બેઠકો પર આપની માત્ર એક મહિલા ઉમેદવાર
ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, બિટીપીએ કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી. અપક્ષમાંથી પણ કોઈ મહિલા ઉમેદવાર ઉભી રહી નથી. એકમાત્ર આપે ઝઘડિયા ઉપર 46 વર્ષીય ઊર્મિલા ભગતને ટિકિટ આપી છે.

અન્ય સમાચારો પણ છે...