રજુઆત:બંધારણીય અને કાયદાકીય અધિકાર માટે આદિવાસી મહાસંઘ દ્વારા આવેદન

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન સમિતિની પુનઃ રચના કરવા, જંગલ જમીનના દાવેદારોની અરજી
  • ગામડાઓમાં જતી એસટી ચાલુ કરવા, ગામડાના રસ્તા બનાવવા રજુઆત

ઝઘડિયા તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા પ્રાંત અધિકારીને આદિવાસીઓને મળેલ બંધારણીય અને કાયદાકીય અધિકારીનો પૂરેપૂરી અમલવારી થાય તે બાબતે વિવિધ મુદ્દાઓને લઇ આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રની નકલ સંઘ દ્વારા કલેક્ટર ભરૂચ, વિભાગીય ડેપો મેનેજર તેમજ ઝઘડિયા ડેપો મેનેજરને રવાના કરી છે. જય આદિવાસી મહાસંઘ દ્વારા આવેદનપત્રમાં જણાવાયું છે કે 13મી સપ્ટેમ્બર 2007ના રોજ યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં આદિવાસીઓના અધિકારના ઘોષણાપત્રથી સંમતિ આપવામાં આવી હતી.

આ એ જ પ્રક્રિયાનો ભાગ છે જેની દુનિયામાં આદિવાસી સંસ્કૃતિ બચાવવા શોષણને અટકાવવાના ભાગરૂપે સંશોધનો ચાલ્યા અને 1993માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી અને ત્યારબાદ 2007 બાદ તેઓને આદિવાસી સંસ્કૃતિ બચાવવા, કુદરતને બચાવવાના હેતુથી વિશ્વ આદિવાસી અધિકારી દિવસની ઘોષણા થઈ હતી. જય આદિવાસી મહાસંધે માંગ કરી હતી કે, ભરૂચ જિલ્લાની જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ અને ઝઘડિયા તાલુકાના તાલુકા સ્તરે વન અધિકારી સમિતિઓની પુન: રચના કરવામાં આવે. ઝઘડિયા તાલુકામાં કુલ 18 ગામોમાં જંગલ જમીનના દાવેદારોએ કુલ 460દાવા અરજી કરી હતી

, તેમાંથી કુલ 205 દાવા અરજી મંજુર થયેલ છે અને કુલ ૨૫૫ પેન્ડિંગ છે, જે પેન્ડીંગ દાવા અરજીની બાકી રહેલી અધુરી કામગીરી પૂર્ણ કરવા જિલ્લા તેમજ તાલુકા સ્તરે વન અધિકાર સમિતિનો પુનઃરચના કરી વન અધિકાર કાયદો 2006ના મુજબ વ્યક્તિગત અને સામૂહિક અધિકારની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ઝઘડિયા તાલુકામાંથી કોલીયાપાડા જતી એસ.ટી. બસ હાલમાં બંધ છે તથા ઝઘડીયાથી રાજપારડી, નેત્રંગ, બેડા કંપની (થવા) જતી બસ હાલમાં બંધ છે જેથી સ્કુલ, કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ તાલુકા જીલ્લાની કચેરીઓમાં કામ અર્થે આવતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી ઝઘડીયાથી આવતી બસ સવાર-સાંજ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

રજલવાડા ગામના લોકો 108ની સુવિધાથી વંચિત
રજલવાડા બસ સ્ટેશનથી ગામ સુધી આશરે બે કિલોમીટર રસ્તો હાલમાં ખૂબ જ ગંભીર છે. જેથી રજલવાડા ગામના લોકોને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ ગામમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેને 108 નો લાભ મળી શકતો નથી તથા પીપરીયાથી ખોડાઆંબા થઈ આમલઝર ગામ સુધીનો જવાનો રસ્તો બનાવવા તથા રસ્તાની રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...