વિરોધ:કૃષિ બિલના વિરોધ સાથે APMC એક દિવસ બંધ

ઝઘડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ બિલને લઈને ઝઘડિયામાં વિરોધના સૂર

ઝઘડિયા એપીએમસીના ચેરમેને કૃષિ દિલને ખેડૂત વિરોધી બિલ બતાવી તેનો વિરોધનો સૂર ઉઠાવ્યો હતો અને આજરોજ એપીએમસી નો તમામ કામકાજ બંધ કરી વિરોધ કરવા અનુરોધ કર્યો હતો.

ઝઘડિયા APMC દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો અને કૃષિ દિલને ખેડૂતોના હાથ ભાંગી નાંખવા બરાબર નું ગણાવ્યું હતું. બિલ ના વિરોધ ના પગલે APMC નુ તમામ કામકાજ બંધ રહ્યું. ઝઘડિયા APMC ના ચેરમેન‌ દિપક પટેલે બિલનો વિરોધ કરી બિલ ને ખેડૂતોના હાથ ભાંગવા બરાબર ગણાવ્યું છે. બિલ ના પગલે કોઈ ઇસ્યુ થશે તો ખેડૂત‌ કોર્ટ માં જઈ શકશે નહીં જેથી તેમાં વેપારી સફળ થશે. કંપનીઓ સીઝનમાં ખેડૂતો પાસેથી મરજી મુજબના ભાવથી માલની ખરીદી કરશે અને સીઝન પુરી થયા બાદ તેનો સંગ્રહ કરી તેને ડબલ ભાવે વેચશે તો પ્રધાન મંત્રી ખેડુતોની આવક કેવી રીતી ડબલ કરશે ? ફાર્મીગ એક્ટ એ ખેડૂતો ને તેમના જ ખેતરમાં ખેત મજુર બનાવી દેશે તેમ ઝઘડિયા APMC ના ચેરમેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...