માંગણી:ઝઘડિયા તાલુકા આંંગણવાડી વર્કરોને કોરોનાકાળમાં વળતર ન ચૂકવાતા રોષ

ઝઘડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંગણવાડીની મહિલા કર્મચારીઓએ મુખ્યમંત્રીને સંબોધી તંત્રને આવેદન પાઠવ્યું

ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધી લખેલા આવેદન પત્રની નકલ ઝઘડિયા નાયબ કલેકટરને આપવામાં આવી. આવેદનપત્ર માં જણાવ્યુ છે કે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે ગુજરાતના દરેક ગામ અને શહેરી ગરીબ વસ્તીમાં પોષણ ક્ષેત્રે તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી લાખો આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની લાંબા સમયથી પડતર માંગણીઓ પરત્વે રાજ્ય સરકાર નિર્ણય કરે તે માટે આવેદન પત્ર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે, આ બહેનોએ વડાપ્રધાનની મન કી બાત માં જેના કોરોના રસીકરણના 100 કરોડના ટાર્ગેટ પૂરો કરવા પ્રશંસા કરી હતી તે આંગણવાડી બહેનોને કોરોના કામગીરીની કોઈ જ રકમ ચુકવાઇ નથી તે પ્રત્યે સરકારનું ધ્યાન દોર્યું હતું.

આંગણવાડી કર્મચારીઓની પડતર માંગણીઓમાં આ પ્રોજેક્ટ આઈસીડીએસ કેન્દ્ર સરકારનો છે. દેશનાં તમામ રાજ્યોમાં આંગણવાડી બહેનોની નિવૃત્તિ વય મર્યાદા 60થી વધુ છે ગુજરાતમાં 58 વર્ષની છે જેથી ગુજરાતમાં પણ નિવૃત્તિ વયમર્યાદા 60ની કરવામાં આવે. કોરોના કામગીરીના કારણે સંક્રમિત થયેલ બહેનો પૈકી ૨૫ થી વધુ બેહેનો કોરોનાને કારણે અવસાન પામેલ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલ 50 લાખની રકમ મળેલ નથી.

અન્ય સમાચારો પણ છે...