આક્રોશ:ભરૂચ- નર્મદામાં જંગલની જમીન માટે દાવા અરજીઓનો નિકાલ ન થતાં રોષ

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયામાં આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ઝઘડિયામાં આદિવાસી સંમેલન યોજવામાં આવ્યું હતું.
  • ઝઘડિયામાં જય આદિવાસી મહાસંઘના સંમેલનમાં આદિવાસી સમાજ ઉમટી પડયો

ભરૂચ જિલ્લામાં હજી વન અધિકાર કાયદાનો અમલ થવો જોઈએ તેવો થતો નથી અને દાવેદારોને માંગણી મુજબની જંગલ જમીન સરકાર તરફથી મંજૂરી આપવામાં નથી. જંગલ જમીન ખેડતા દાવેદારો દ્વારા જીપીએસ કરેલ નકશા ડીએલસી ભરૂચમાં જઈ ફાઇલમાં મુકેલાં છે તે ફાઈલો માટે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.ભરૂચ નર્મદા જિલ્લાના ઘણા દાવેદારોને આદેશ પત્ર આપવામાં આવેલાં છે. જેમાં દાવેદારોની માંગણી કરેલ દાવા અરજીના ક્ષેત્રફળ પ્રમાણે પૂરતી જમીન આપવામાં આવી નથી. મોટા ભાગના દાવા અરજીની ફાઈલો પેન્ડિંગ છે જેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સામૂહિક અધિકાર પત્રમાં નર્મદા જિલ્લામાં છ અધિકાર મળ્યા છે જ્યારે ભરૂચ જિલ્લામાં ફક્ત ત્રણ અધિકાર આપવામાં આવેલ છે.આજદિન સુધી ફોરેસ્ટ વિલેજના ગામો રેવન્યુમાં ફેરવવામાં આવ્યા નથી.વન અધિકાર કાયદાનો યોગ્ય રીતે અમલીકરણ થાય તે માટે ઝઘડિયા ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયાં હતાં અને એકતા બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...