તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તરસાલી-રુંઢ ગામનું દૂષિત પાણી ભાલોદની સીમમાં પહોંચતા રોષ

ઝઘડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાલોદના રહીશોએ ટીડીઓને રજૂઆત કરી
 • બારેમાસ દૂષિત પાણી વહેતું હોવાથી મુશ્કેલી

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ખેડૂતો તથા સ્થાનિકોએ તરસાલી તથા રુંઢ ગામનું દૂષિત પાણી ગામની સીમમા જવાના ત્રણ રસ્તા ઉપર બારેમાસ વહેતા આજરોજ ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક અસરથી આ દુષિત પાણી બંધ કરાવવા જણાવ્યું છે.

ગ્રામજનોએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ભાલોદ ગામની સીમમાં છેલ્લા બે વર્ષથી તરસાલી તેમજ રુંઢ ગ્રામ પંચાયતનું ગટરનું દૂષિત પાણી ગામની સીમના ત્રણ મુખ્ય માર્ગ પરથી વહે છે. ખેડૂતોને ઉત્પાદન કરેલ માલ જેમકે કેળા શેરડી શાકભાજી વગેરે આ રસ્તા પરથી વહન કરે છે. અત્યારે ભાલોદ ગામમાં શેરડીનું કટિંગ ચાલતું હોવાથી આ દૂષિત પાણીના લીધે શેરડી કેળાની ગાડી પસાર થઈ શકે તેમ નથી. ખેડૂતોનો માલ તાત્કાલિક ધોરણે નીકળે એ માટે તાત્કાલિક અસરથી આ બંને ગામોનું ગંદુ પાણી બંધ કરવા જણાવાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આ પાણી એટલું દૂષિત છે કે ખેડૂતો પગપાળા આ ગંદા પાણી માંથી પસાર થાય છે તો ચામડીના રોગો થાય છે જો દિન ત્રણમાં આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભાલોદ ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા પંચાયત પર આવી ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો