ફરિયાદ:ઉપસરપંચની ચૂંટણીની અદાવતે મારામારી, જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકીઓ આપી હોવાના આક્ષેપ

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના ટોઠિદરા ગામના સરપંચે જાતે જ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો
  • 3 જણા સામે ફરિયાદ,

ઝઘડીયા તાલુકાના જુના ટોઠિદરાના સરપંચે ગામના જ ત્રણ ઇસમો દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલીને ધમકી આપી હોવાની ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે. જુના ટોઠિદરાના સરપંચ કાંતિભાઇ મંગાભાઇ વસાવાએ રાજપારડી પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે કે ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી કરવા માટે ગત તા. ૨૧ મી ફેબ્રુઆરીના રોજ મળેલ બેઠકમાં સજન પ્રાંકડાને ઉપસરપંચ બનાવાયા હતા. જે બાબતની રીસ રાખીને ગામના જ આ ત્રણ ઇસમો કોઇને કોઇ બહાનું શોધીને વારંવાર તકરાર કરતા હતા.

ઉપરાંત આ ત્રણ ઇસમો જુના ટોઠિદરા ગામે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા હોવાથી સરપંચ દ્વારા તેમને આ બાબતે અટકાવીને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. જેની અદાવત રાખીને આ ત્રણ ઇસમો ગત તા.૬ના રોજ રાતના દસેક વાગ્યાના અરસામાં સરપંચના ઘરમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ આ લોકો અપશબ્દ બોલીને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યા હતા. ઉપરાંત આ ઇસમોએ તલવાર ડાંગ તેમજ હોકી જેવા સાધનો સાથે હુમલો કરીને તમારા બિસ્તરા પોટલા બાંધીને ગામ છોડીને ચાલ્યા જાવ એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...