કાર્યવાહી:ફુલવાડી ગામે ભોંયરામાં સંતાડેલો દારૂ ઝડપાયો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ મોકલનાર- વેચનારને વોન્ટેડ જાહેર કર્યા

ભરુચ જિલ્લા એલસીબીએ ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. તા.18મીના રોજ ભરુચ એલસીબી ની ટીમને ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ફુલવાડી ગામે એક બુટલેગરે પોતાના ઘર નજીક ખેતરમાં ગેરકાયદેસર દારુનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ખેતરમાં અલગઅલગ જગ્યાએ ખાડા ખોદી તેમાં બેરલો ઉતારીને બેરલોમાં ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ હોવાની જાણ થઇ હતી.

પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારુની અલગઅલગ બ્રાન્ડની કુલ 870 જેટલી રૂ.97 હજારની કિંમતની બોટલો કબજે લીધી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ ઉપર નહિ મળેલ બુટલેગર સુનિલ માનસીંગ વસાવા રહે. ફુલવાડી તા. ઝઘડીયા તેમજ દારુનો જથ્થો મોકલનાર પ્રકાશ ઉર્ફે પકો વસાવા રહે.ગામ નવાગામ કરારવેલ તા.અંકલેશ્વરનાને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. એલસીબી ભરુચ દ્વારા આ બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...