તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉમધરા ગામે પ્રેમલગ્ન બાદ પત્ની સાથે નહીં રહેતા પતિએ માર માર્યો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હુમલો કરનાર પતિ વિરૂદ્ધ ઉમલ્લા પોલીસ મથકે પત્નીની ફરિયાદ

ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામે રહેતા કિરણ લકડીયા વસાવા તથા જાંબોઇ ગામની ક્રિષ્નાએ એક વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. ક્રિષ્ના અને કિરણ વચ્ચે કોઈ કારણોસર અણબનાવ બન્યો હોય ક્રિષ્ના છેલ્લા પાંચેક માસથી તેના પિયર જાંબોઇ ગામે રહેતી હતી. ક્રિષ્નાના પિતાને કિરણ અને ક્રિષ્નાના પ્રેમલગ્ન મંજૂર ન હોય સાસરે મોકલતા નહोોતા. ક્રિષ્ના પણ સાસરે જવા માંગતી નહોતી. ક્રિષ્નાને સાત માસનો ગર્ભ પણ રહ્યો હતો. ક્રિષ્ના ઉમલ્લામાં કડિયા કામે આવી હતી. જ્યાંથી બપોરે ચાર રસ્તા ઉપર નાસ્તો કરવા માટે આવી હતી. તે વખતે પતિ કિરણ પણ આવ્યો હતો.

પતિ કિરણે પત્ની કિષ્ણાને જણાવેલ કે તું કોની સાથે ફરે છે અને કોની સાથે તારા આડા સંબંધ છે તે મને ખબર છે તેમ કહી ઝપાઝપી કરી લાફા મારી દીધા હતા.દરમિયાન ક્રિષ્નાની બેનપણીઓ તથા ચાર રસ્તા પર અજાણ્યા માણસોની બૂમાબૂમ કરતા કિરણ ત્યાંથી ભાગી ગયો હતો. ક્રિષ્નાએ ઉમલ્લા પોલીસ સ્ટેશન ત્યારબાદ ક્રિષ્ના તેના પિતા તથા મામા સાથે જાંબોઇ ગામે ગઈ હતી.

જ્યાં તેને પેટમાં દુખાવો થતા એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી દવાખાને સારવાર અર્થે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના બાબતે ક્રિષ્નાએ પતિ કિરણ લકકડીયા વસાવા રહે. ઉમધરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...