મુલદ ચોકડી પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત જયારે 2 ને ઇજા પહોંચી હતી. ભરૂચ ઝાડેશ્વર રહેતા એક્ટીવા પર નોકરીએ જતા 2 કામદારોને મુલદ ચોકડી પર અકસ્માત નડ્યો હતો.રોંગસાઇડ આવતા મોટરસાઇકલ ચાલાક ભટકતા તેને ગંભીર ઈજાને પગલે સ્થળ પર મોત નીપજ્યું હતું. ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગતો અનુસાર ઝાડેશ્વર ગર્ગ બંગ્લોઝ સત્યમ ટાઉનશીપ પાસે રહેતા અવન ભાઈ પટેલ તેના મિત્ર પ્રવીણભાઈ જોડે ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ બિરલા સેન્ચુરી કંપની માં ગત રાત્રીના 8:30 વાગ્યા ના અરસા માં જઈ રહ્યા હતા તે દરમિયાન મુલદ ચોકડી પાસે પુરપાટ રોગ સાઈડ પર ગોવાલી ઝગડીયા ના પથિક દુધારણા બાઈક લઇ આવી રહ્યો હતો.
જે ધડાકાભેર એક્ટીવા માં ભટકાતા રોડ પર પટકાયો હતો તેને ગંભીર ઈજા ના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે એક્ટિવા સવાર અવન ભાઈ પટેલ તેના મિત્ર પ્રવીણભાઈ ને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એક્ટિવા ચાલક અવન ભાઈ પટેલ દ્વારા ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.