વિરોધ:ડ્રેનેજ સહિતના પ્રશ્નો મામલેે AAPના કાર્યકરોનો ઝઘડિયા ગ્રામ પંચાયતનો ઘેરાવો કરી સુત્રોચ્ચાર

ઝઘડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી સ્થાનિકોને નડતી સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં AAP આક્રમક મુડમાં, સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા

ઝઘડીયા તાલુકા આદમી પાર્ટી દ્વારા ઝઘડિયા ટાઉનના વિવિધ પ્રશ્નોને લઇ આજરોજ ઝઘડિયા સુલતાનપુર ગ્રુપ ગ્રામપંચાયતનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જીલ્લામાંથી પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ રાજ તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર જિલ્લામાં મંત્રી પ્રફુલસિંહ પરમાર, જીલ્લા યુવા પ્રમુખ અભિલેષસિહ ગોહિલ સહિત કાર્યકરો તથા સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઝઘડિયા ચાર રસ્તાથી સૂત્રોચ્ચાર સાથે ઝઘડિયા ગ્રામ પંચાયત પર પહોંચ્યા હતા અને ગ્રામ પંચાયત કચેરી પર હાજર તલાટી કમ મંત્રીને ઝઘડિયા ટાઉનના વિવિધ પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો તાત્કાલિક અસરથી ઉકેલવા માંગણી કરી હતી. સુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિરની બહાર પણ મોટા પાયે ગંદકી આક્ષેપ મહીલા કાર્યકર દ્વારા કરવામાં આવ્યો હતો. જયારે ઝઘડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આ બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા ગ્રામજનોને તેમના પ્રશ્નો સત્વરે નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

લોકોની સમસ્યા દુર કરવી જરૂરી
ઝઘડિયા ટાઉનમાં રસ્તાના કોઈ ઠેકાણા નથી. ગામના કોઈ મોટા નેતાના ત્યાં લગ્ન હોય તો રાતોરાત ગામના રસ્તાઓ રિપેર થઈ જતા હોય છે. રોડ રસ્તા આમ જનતા માટે બનવા જોઈએ કે નેતાઓ માટે બનવા જોઈએ તેવો જણાવેલ હતું. > રણસિંહ પરમાર ઝઘડીયા તાલુકા પ્રમુખ,AAP

અન્ય સમાચારો પણ છે...