દુર્ઘટના:ઝઘડિયામાં વરસાદથી કુવરપરા જતાં રોડ પર દીવાલ ધરાશાયી

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાળાની દીવાલ તૂટવાના કારણે મોટા વાહનો માટે રસ્તો બંધ કરાયો

ઝઘડિયાથી કુવરપુરાને જોડતા રોડ પરના નાળાની દિવાલ ધસી પડીજતા ફોરવ્હીલ વાહનો જવાની મુશ્કેલી ઊભી થઈ છે. તાલુકામાં વરસાદની પુન: શરૂઆત થઇ ચુકી છે. ઝઘડિયા તાલુકામાં આજરોજ વહેલી સવારે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસતા વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. આ વરસાદમાં ઝઘડિયા તાલુકાના ઝઘડિયાથી વાઘપુરાથી કુવરપુરા ને જોડતા હરીપુરા ગામ પાસેનું નાળાની દિવાલ એક તરફની ઢસડાઈ પડી છે. સિંગલ રોડ હોવાના કારણે દિવાલ સાથે ઘણો રોડ પર ખોદાઈ જવા પામ્યો છે.

રોડ ખોદાઈ જવાના કારણે ફોર વ્હીલ વાહનોની અવરજવર બંધ થઈ જવા પામી છે.આ નાળાની દિવાલ ધસડી પડતા સરકારી હરીપુરા, કુવરપુરા, સાવખાડી ગામને અસર થવા પામી છે. આ ગામડાઓમાં મુખ્યત્વે ખેડૂતો રહેતા હોય બળદ ગાડું પણ જઈ શકે એટલો રોડ બચ્યો નથી.

નાળાની દિવાલ ધસડાઇ પડવાના કારણે ચારે ગામના આગેવાનો સરપંચ ઉપસરપંચ એકત્ર થયા હતા અને નવું અને મોટું મજબૂત નાળુ બનાવવાની માગ કરી હતી. ઝઘડિયા તાલુકામાં ગુરુવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ અને નાળાઓ જર્જરિત હોવાથી તેને નુકશાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે.કુંવરપરા રોડ પર તૂટી પડેલા ગરનાળાને ઝડપથી રિપેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...