તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડદલાથી મહારાષ્ટ્ર તરફ 13 પશુ ભરીને જતી ટ્રક સેલોદ પાસે ઝડપાઇ

ઝઘડીયા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાથી પશુ ભરેલી ટ્રક પોલીસે પકડી હતી - Divya Bhaskar
ઝઘડિયાથી પશુ ભરેલી ટ્રક પોલીસે પકડી હતી
 • ઝઘડિયા પોલીસે 6.50 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી

ઝઘડિયા તાલુકાના જીઆઇડીસી વિસ્તારના સેલોદ નજીકથી પોલીસે ગેરકાયદેસર 13 પશુ ભરીને જતી ટ્રક ઝડપી લીધી હતી. ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા અને પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતીકે એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરીને પસાર થવાની છે.

પોલીસે મળેલ માહિતી મુજબ વોચ ગોઠવતા જીઆઇડીસી વિસ્તારના સેલોદ ગામ નજીક વીજ સબ સ્ટેશન પાસેથી એક ટ્રક ઝડપી લીધી હતી. રાજ્ય બહાર દુધાળા પશુઓની નિકાસ પર પ્રતિબંધ છે ત્યારે આવા પશુઓની હેરાફેરી કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝઘડીયા પોલીસે 13 પશુ જેની કિંમત રૂ. 6.50 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો