તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો વીડિયો વાઇરલ:ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રે દીપડો લટાર મારતો દેખાયો

ઝઘડિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલોદરા નજીક એક કંપની પાસે ફરતા દીપડાનો વીડિયો વાઇરલ

ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ડુંગર વિસ્તારમાં અવાર નવાર દીપડાઓ સીમમાં લટાર મારતા ખેડૂતો તેમજ ખેત મજુરોને નજરે ચડતો હોય છે. કાંઠા વિસ્તારમાં શેરડીના પાકમાં દીપડાને રહેવા તેમજ મારણ મળી રહેતો હોય આ વિસ્તારમાં વધુ દિપડા જોવા મળે છે.

ગતરોજ ઝઘડીયા જીઆઇડીસીમાં દીપડા જાહેરમાં જોવા મળ્યો હતો. તલોદરા ગામ નજીકની એક કંપની પાસે મુખ્ય રસ્તા પર દીપડો લટાર મારી રહ્યો હોવાના વીડિયો તેમજ ફોટો વાઇરલ થયા હતા. અગાઉ પણ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીના સંકુલની ઝાડી વિસ્તારમાં દીપડો સહ પરિવાર વસવાટ કરતો હોવાનું જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...