દુર્ઘટના:ઝઘડિયામાં વીજળી પડતાં પેન્ટા ફોર્સ કંપનીમાં ભીષણ આગ લાગી

ઝઘડિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાજવીજ સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતાં બનેલી ઘટના

ઝઘડિયામાં ગુરુવારે સમી સાંજથી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચી હતી. આકાશી વીજળી પડવાથી જીઆઇડીસીમાં આવેલી પેન્ટા ફોર્સ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ વિસર્જનની પુર્વ સંધ્યાથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહયો છે. ઝઘડીયા તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહયો છે.

આવામાં જીઆઇડીસી માં વરસાદને લઈને એક દુર્ઘટના સર્જાઈ હતી. પેન્ટા ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વીજળી પડતા પ્લાન્ટમાં આગ લાગી ગઇ હતી. આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજી સુધી આવ્યાં નથી. અંકલેશ્વર અને ઝઘડીયાથી દોડી આવેલાં ફાયર ફાયટર્સની ટીમ આગ બુઝાવવાના કામે લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...