પ્રેમી પંખીડાઓનો આપઘાત:ઝઘડિયાથી ગુમ થયેલી યુવતી પરિણીત પ્રેમી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી

ઝઘડિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસથી યુવતી ગુમ થતાં પિતાએ ફરિયાદ નોંધાવી
  • વાઘપુરા પાસે પ્રેમી પંખીડાઓનો આપઘાત

ઝઘડિયા તાલુકાના વાઘપરા ગામની સીમમાં આવેલાં હાઇટેન્શનના વાયર સાથે એક યુવક અને યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં સ્થાનિકો ભેગા થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતાં યુવતીની ઓળખ ઝઘડિયાના મોહન ફળિયામાં રહેતી રોશની રાજુ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. રોશની છેલ્લા ચાર દિવસથી ઘરેથી ચાલી ગઇ હતી. અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં રોશનીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તેની સાથે રહેલો યુવાન સરકારી હરિપુરા ગામનો કનૈયા વસાવા હોવાનું બહાર આવ્યું હતું.

મૃતક કનૈયા વસાવા પરણિત છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળવાની બીકે બંને પ્રેમીપંખીડાઓએ મોતને વ્હાલુ કરી દીધું છે. વાઘપુરા ગામની સીમમાં બંને પ્રેમીપંખીડાઓએ કયારે આપઘાત કર્યો તેની વિગતો પીએમ રીપોર્ટ બાદ બહાર આવશે. યુવતી ચાર દિવસથી ગુમ હોવાથી તેમણે ચાર દિવસ પહેલાં જ આપઘાત કર્યો હોવાની શકયતા રહેલી છે.

કનૈયાની પત્ની ગર્ભવતી છે
રોશની અને કનૈયા વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ કનૈયા પરણિત હોવાથી સમાજ તેમને સ્વીકારશે નહિ તેવા ડરથી બંનેએ સાથે જીવનનો અંત આણવાનું નકકી કર્યું હતું. મૃતક કનૈયાની પત્ની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે. નવ દંપતિનું સંતાન પૃથ્વી પર અવતરે તે પહેલાં જ તેણે પિતાનું છત્ર ગુમાવી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...