ધરપકડ:ઝઘડિયાના ડમલાઇ ગામે અકીકના પથ્થરોની ચોરી કરતી ટોળકી ઝબ્બે

ઝઘડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 22 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી અકીકના પત્થરની ચોરી કરતા ચાર ઇસમોને ઝઘડીયા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીકે ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી કેટલાક ઇસમો અકીકના પત્થરોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ત્યાં ચાર ઇસમો હાજર જણાયા હતા.

પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાંથી અકીકના પત્થરોની ચોરી થઇ રહી હોવાનું જણાયું હતું. ઘટના સ્થળ પરથી પોલીસે આ ગુનામાં વપરાયેલ એક ટ્રેકટર, એક હાઇવા ડમ્પર, એક જેસીબી, બે મોટરસાયકલ તેમજ ૨૫ ટન જેટલા અકીકના પત્થરો સહિત કુલ રુ.૨૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી બાબુભાઇ ચંદુભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા, રાકેશભાઇ શનુભાઇ જોગી રહે.સાંકડીયા તા.ઝઘડીયા, સુનિલભાઇ ભીખાભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા તેમજ અરવિંદભાઇ સોમાભાઇ વસાવા રહે.ડમલાઇ તા.ઝઘડીયા જિ.ભરૂચનાને મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...