હાલાકી:ઝઘડિયા વીજ સબ સ્ટેશન પાસે લાગેલી આગથી પુરવઠો ખોરવાતાં લોકો પરેશાન

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયા વીજ સબ સ્ટેશન પાસે આગ લાગી. - Divya Bhaskar
ઝઘડિયા વીજ સબ સ્ટેશન પાસે આગ લાગી.
  • ત્રણ કલાક ઉપરાંતના સમયથી વીજળી બંધ રહેતાં નગરજનો ગરમીમાં શેકાયા

ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની સંચાલિત સબ સ્ટેશનની બહારના વિસ્તારમાં આજે આગ લાગવાની ઘટના સર્જાવા પામી હતી. તેને લઇને વીજ સત્તાવાળાઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આગ લાગવાની ઘટનાને પગલે બંધ કરાયેલ વીજ પુરવઠાને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઝઘડિયાના નગરજનો ઉપરાંત સબ સ્ટેશનના વિસ્તારમાં આવતા અન્ય ગામોની જનતાએ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ સબ સ્ટેશનની બહાર આવેલ વીજ ટ્રાન્સફોર્મર ફાટતા તેમાંથી બહાર ફેંકાયેલ ગરમ ઓઇલના કારણે ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાનું મનાય છે.

જોકે આગ લાગવાના કારણે ત્રણ કલાક ઉપરાંતના સમય માટે ખોરવાયેલા વીજ પુરવઠાને લઇને જનતાએ ભારે હાલાકિ ભોગવવી પડી હતી. લોકો ગરમીમાં શેકાવા ઉપરાંત બંધ થયેલ વીજળીના કારણે લોકોના કામો ગુંચવાયા હતા. હાલ કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના સરકારી, ધંધાકીય તેમજ અન્ય ઘણાબધા કામો ઇન્ટરનેટના માધ્યમથી થતા હોય છે, અને આ બધા કામો વીજળી પર આધાર રાખતા હોય છે.

સબ સ્ટેશન સંકુલની બહારના વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટનાને પગલે બંધ થયેલ વીજ પુરવઠાના કારણે નગરજનોએ ભર ઉનાળે પરસેવામાં નહાવાનો વારો આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ સબ સ્ટેશન બહાર લાગેલ આગના કારણે વીજ ઉપકરણોને પણ તેની અસર થઇ હતી. સામાન્યરીતે ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ભર ઉનાળે વીજ સબ સ્ટેશન બહાર ઝાડી ઝાંખરામાં આગ લાગતા પ્રીમોન્સુન કામગીરીના ધજાગરા ઉડેલા દેખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...