માંગ:ઝઘડિયાના દુમાલા વાઘપુરા પંચાયતમાં આવતી ગ્રાન્ટ અટકાવવા માંગણી કરાઈ

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકે માગેલી માહિતી નહીં અપાતા સરકારી ગ્રાન્ટને અટકાવવા કલેક્ટરને રજૂઆત

દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત દ્વારા અરજદારે માંગેલી જાહેર માહિતી અધિકારની અરજી નો ત્રણ ત્રણ વખતની અપીલ બાદ પણ માહિતી નહીં આપતા ગ્રામ પંચાયતમાં વધુ ભ્રષ્ટાચાર ના થાય તે માટે નાણા વાપરવા આપેલી પંચાયતની સત્તાને અટકાવવા રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં દુમાલા વાઘપુરા ગામના અજય ચુનીલાલભાઈ વસાવાએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલ વિકાસના કામોની અને આવેલી ગ્રાંટની માહિતી માંગી હતી.

ગ્રામ પંચાયત દ્વારા તેની માહિતી સમયસર નહીં આપતા અરજદારે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરી હતી. તાલુકા પંચાયત ઝઘડિયા દ્વારા ત્રણ અપીલની સુનાવણી બાદ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના તલાટીને માહિતી આપવા કરેલ હુકમ ની પણ અવગણના કરી આજદિન સુધી અરજદાર અજય વસાવાને તલાટી-કમ-મંત્રી દુમાલા વાઘપુરા ગામ પંચાયત દ્વારા માહિતી આપવામાં આવી નથી, જેથી તેણે માહિતી આયોગ ગાંધીનગરને અપીલ કરી છે.

દુમાલા વાલપુરા ગ્રામ પંચાયતમાં વિકાસના કામમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર બાદ પણ વહીવટી તંત્ર દ્વારા દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તે ગ્રાન્ટ ની ગ્રામ પંચાયતમાં આવેલ કી તાત્કાલિક ધોરણે સ્ટે અથવા બ્લોક કરવા જિલ્લા કલેકટરને અજય વસાવાએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે ઘણી બધી ગ્રાન્ટ ફાળવેલ છે પરંતુ વિકાસના કામો કરવામાં આવતા નથી અને આડેધડ ચોપડા ઉપર હિસાબ બતાવી હિસાબની સરભર કરી મોટું કૌભાંડ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...