વન વિભાગની કવાયત:રાણીપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળ્યો

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપડાના મોતનું કારણ શોધવા વન વિભાગની કવાયત

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઊચેડીયા જવાના રસ્તા પાસે દીપડો મૃત હાલતમાં હોવાનું સ્થાનિકોએ વનવિભાગને જણાવ્યું હતું. રાણીપુરા માનવ સ્કૂલ પાસેથી ઉચેડીયા તરફ જતા રોડની નજીકની ખુલ્લી જગ્યામાં દિપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઝઘડીયા વન વિભાગ દ્વારા તેનો કબજો લઇ જરૂરી કાર્યવાહી કરી દીપડાનું મરણ શા કારણે થયું છે તે બાબતની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ ઝઘડિયા જીઆઇડીસીમાંથી પણ એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...