એક ઇસમને વોન્ટેડ:મહુવાડા ગામેથી 1.48 લાખના દારૂ સાથે એક બૂટલેગર ઝબ્બે

ઝઘડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાના મહુવાડા ગામેથી 1.48 લાખના દારુ સાથે1 ઝડપાયો. - Divya Bhaskar
ઝઘડિયાના મહુવાડા ગામેથી 1.48 લાખના દારુ સાથે1 ઝડપાયો.
  • ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો

ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.1.48 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે જ તા.22મીના રોજ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામે નવા ફળિયામાં કેટલાક મકાનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલ છે.

એલસીબી પોલીસે મહુવાડા ગામે બાતમી મુજબની જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો તેમજ બીયર નંગ 1236 જેની કિંમત રૂ. 1.48 લાખ થાય છે, તે મુજબનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી એ આ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે નગીનભાઇ લોઢીયાભાઇ વસાવા રહે.મહુવાડા, તા.ઝઘડિયાનાને સ્થળ ઉપરથી ઝડપી લીધો હતો.

અન્ય એક ઇસમ રાજેશ વસાવા રહે.મહુવાડા, તા.ઝઘડિયાનાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. એલસીબી દ્વારા આ પકડાયેલ ઇસમને આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...