ખનનની પ્રવૃત્તિએ યુવાનનો ભોગ લીધો:વેલુગામમાં પાઇપ પરથી જતો હોડી ઓપરેટર નદીમાં પડયાં બાદ લાપતા

ઝઘડિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા નદીમાં પાઇપો નાંખી ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિએ યુવાનનો ભોગ લીધો

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં નાવડીઓ અને પાઇપોથી ચાલી રહેલાં ગેરકાયદે રેતીખનને આખરે એક યુવાનનો ભોગ લીધો છે. ઝઘડિયાના વેલુગામમાં પાઇપ પરથી પડી ગયાં બાદ નદીમાં પડેલો હોડીનો ચાલક લાપત્તા બન્યો છે.

વેલુગામ ખાતે એક લીઝમાં વલસાડના મુળજીરવલનો કેતન માંદુભાઇ ઘાવત નાવડી ઓપરેટર તરીકે કામ કરતો છે. ગતરોજ બપોરના આશરે ત્રણ વાગ્યા દરમિયાન નારેશ્વર ગામ તરફ જવાના નર્મદા નદીના ઘાટ નજીકમાં આવેલ રેતીની લીઝમાં નાવડી સાથે તે લોખંડની પાઈપો વડે નર્મદા નદીમાં પાણીમાંથી રેતી કાઢવાનું કામ કરતો હતો. તે વખતે નદીના પાણીમાં લગાડેલ લોખંડની પાઇપ ઉપરથી ચાલતો હતા તે વખતે અચાનક પગ લપસી જતા તે નર્મદા નદીના ઊંડા પાણીમાં પડી ગયો હતો. હજી સુધી તે નદીમાં લાપત્તા છે.

ગેરકાયદેસર રીતે પાઇપ નાખી વહેતા પાણીમાંથી નાવડીમાં મોટર-એન્જીન મુકી પાણીમાંથી પાઇપ લંબાવી રેતી ખનન ગેરકાનોની પ્રવૃત્તિ છે તેમ છતાં નાવડીના ઓપરેટર ડુબી ગયા બાદ પણ જવાબદાર લીઝ ચાલક પર ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતના કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાની ફરિયાદ ઉઠી છે.

ભરૂચ અને વડોદરા જિલ્લામાં આવેલી રેતીની લીઝોમાંથી દિવસ- રાત રેતીનું ખનન કરવામાં આવી રહયું છે. રેતી માફિયાઓ નદીની વચ્ચે સુધી પાઇપો લંબાવીને રેતીનું ખનન કરી રહયાં છે. અને બીજી તરફ વાહનોની અવરજવર માટે નર્મદા નદીની વચ્ચે ગેરકાયદેસર રીતે પુલિયા પણ બનાવી દીધાં છે. તેમ છતાં તંત્ર મૌન છે.

અન્ય સમાચારો પણ છે...