તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઝઘડિયાના વાઘપુર ગામે જુગારધામ પર દરોડા 8 ઝડપાયા, 2 ફરારઃ રૂપિયા 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત

ઝઘડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. - Divya Bhaskar
એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
 • ભરૂચ જિલ્લા LCBની ટીમના દરોડા, 10 શખ્સો વિરૂદ્ધ ઉમલ્લા પોલસમાં ગુનો નોંધાયો

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદમાં દુમાલા વાઘપુરા ગામે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી ભરૂચ જિલ્લા એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી. ગઢવી તેમના સ્ટાફ સાથે ઝઘડીયા તાલુકા વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ખાતે રહેતા મયુદ્દીન ઉર્ફે મયો કાસમ શેખ નામનો ઇસમ ટેકરા ફળિયા દુમાલા વાઘપુરા ખાતે વીણાબેન શૈલેષભાઈ વસાવાનું ઘર ભાડેથી રાખી તેમાં બહારથી માણસો બોલાવી પત્તાપાનાનો જુગાર રમાડતો હતો.

એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પરથી મયુદ્દીન ઉર્ફે મયો કાસમ શેખ, અશ્વિન ગોપાલ વસાવા, વિશાલ પ્રકાશ અધ્યારૂ, સુરેશ ચંદુ પાટણવાડીયા, મોગજી નેમિયા વસાવા, શબ્બીર ખાન આશિફ ખાન પઠાણ, નામશરણ ઝીણાભાઈ સીકલીગર અને ઉસ્માન અલી ઇસ્લામ અલી શાહને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા.તમામ ઇસમો વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પકડાયેલા શખ્સો પાસેથી જુગારનો સામાન, રોકડા મળી રૂપિયા 1.12 લાખ, 10 મોબાઇલ મળી કુલ રૂિયા 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા શખ્સોની ધરપકજડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો