તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:માલજીપુરા ગામે કારમાંથી ‌રૂ.‌‌‌‌1.80 લાખનો દારૂ ઝડપાયો‌‌

ઝઘડિયા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર સહિત 3.80 નો મુદ્દામાલ જપ્ત કર્યો, બુટલેગરો નાસી છુટ્યા

ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે ઇકો ગાડીમાં લવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ ઝડપાયો છે. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઇ વસાવા રહે.ગામ માલજીપુરા (ધારોલી) તથા પ્રવિણભાઇ ગુલાબભાઇ પાટણવાડીયા રહે.ગામ કંબોડીયા તા.નેત્રંગ બન્ને જણા વહેલી સવારે છ સાતના વાગ્યાના અરસામાં માલજીપુરા ગામે રાજકુમાર ઉર્ફે લાલાના ઘરે ઇંગ્લીશ દારુ લાવનાર છે તેવી બાતમી મળી હતી. ઝઘડિયા પોલીસે બાતમીવાળા સ્થળે રેઇડ કરતા આ બન્ને ઇસમો પોલીસની રેઇડ જોઇને કારમાં બેસીને નાસી છુટ્યા હતા. પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની ૪૫ પેટીઓમાં રહેલી વિવિધ બ્રાન્ડની દારુની બોટલો જેની કિંમત રુ. 1.80 લાખ અને રુ. 2 લાખની ઇકો કાર મળી કુલ રુ. 3.80 લાખનો મુદ્દામાલ કબજે લઇને રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઇ વસાવા રહે.ગામ માલજીપુરા(ધારોલી)તા.ઝઘડીયા અને પ્રવિણભાઇ ગુલાબભાઇ પાટણવાડીયા રહે.ગામ કંબોડીયા તા.નેત્રંગ, જિ.ભરૂચ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો