તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજપારડી નજીકથી કલતખાને લઇ જવાતા17 પશુ સાથે 2 ઝબ્બે

ઝઘડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક અને ભેંસો મળીને કુલ રૂ.9.40 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક ટ્કમાં ૧૭ ભેંસો ભરીને જતા બે ઇસમો ઝડપાયા હતા. ગઇકાલે રાજપારડી પીએસઆઇ જાદવ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને જવાની છે, પોલીસે વોચ ગોઠવતા રાજપારડીથી ભાલોદ જવાના રોડ પર માધુમતિ નદી પાસે બાતમી મળ્યા મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.

પોલીસે ટ્રકના ડ્રાઇવર હિતેશકુમાર દગડુભાઇ ભોઇ રહે.સેલંબા તા.સાગબારા અને તેની સાથેના બીજા ઇસમ સમીર આસીફ મનીયાર રહે.ગામ છડવેર જિ.ધુલિયા મહારાષ્ટ્રની પુછપરછ કરતા તેમની પાસેથી પશુઓની હેરાફેરી બાબતે કોઇ પરમીટ કે આધાર પુરાવા મળ્યા ન હતા. ટ્કમાં ૧૭ ભેંસો બાંધીને પાણી અને ઘાસચારાની સગવડ વિના લઇ જવાતી હતી. પુછપરછ કરતા આ ભેંસો મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઇ જવાની હોવાની જાણ થઇ હતી. આ ભેંસો ભાલોદના મલેક મોહંમદહુશેન અને ઉમલ્લાના સુલેમાન ઉમરશા દિવાને ભરાવેલ હતી. પોલીસ તપાસ દરમિયાન આ પશુઓનું વહન ગેરકાયદેસર રીતે થઇ રહ્યુ હોઇ, ભેંસો નંગ ૧૭ અને ટ્રક સાથે કુલ રુ.૯,૪૦,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે લઇને ટ્રક ડ્રાઇવર અને તેની સાથેના ઇસમને અટકાયતમાં લીધા હતા.બાદમાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...