યુવાન પર ભૂંડ ત્રાટક્યું:ભરૂચ જિલ્લાના જંબુસરના કોરા ગામે યુવાન પર જંગલી ભૂંડનો હુમલો

જંબુસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં પાક જોવા ગયેલાં યુવાન પર ભૂંડ ત્રાટક્યું

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામડાઓમાં જંગલી ભુંડોનો ત્રાસ વધી જતાં ખેડુતો તથા શ્રમજીવીઓના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ખેતરોમાં ઉભા પાકનું ભુંડો ભેલાણ તો કરે છે પણ સાથે સાથે ખેતરોમાં જતાં લોકો પર હુમલા પણ કરી રહયાં છે.

જંબુસર તાલુકાના કોરા ગામે રહેતા સંદિપસિંહ સિંધા ગત રોજ પોતાના ખેતરમાં ખેતીવાડી જોવા માટે ગયાં હતાં.તેઓ ખેતરના છીંડામાં પ્રવેશ કરતા જ એક જંગલી ભૂંડે અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. ભુંડે તેમને શરીરના ભાગે બચકાઓ ભરી ઘાયલ કરી નાંખ્યાં હતાં. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘરે આવ્યાં હતાં.

તેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં છે. આ બનાવની જાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં થતા ખેડૂતો સાવચેત થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...