વચન:જંબુસરની મુલાકાત લઈ રાજ્ય કક્ષાના મંત્રીએ મીઠા પાણીની લોલીપોપ આપી

જંબુસર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનું છેવાડાના ગામ સુધી પાણી આપવાનું વચન

તાલુકાના ઉમરા ગામે આવેલી પાણી પુરવઠા ઉમરા હેડવર્કસ ફિલ્ટર પ્લાન્ટની રાજ્યના પાણી પુરવઠા તથા ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી. જંબુસરમાં પીવાના પાણી સંદર્ભે થઇ રહેલી કામગીરીની મંત્રીને વાકેફ કર્યા હતા. જોકે, માત્ર ઠાલાં વચનો આપીને જતાં જંબુસરની પ્રજાને ફરી એક વાર મીઠા પાણી માટે લોલીપોપ આપ્યો હોવાનું નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જંબુસરની ઉમરા પાણી પુરવઠા હેડવર્કસ ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આવતા સોશિયલ ડિસ્ટન્સ જાળવી પ્રથમ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જંબુસર તાલુકામાં પીવાના પાણી સંદર્ભે થઇ રહેલી કામગીરીથી તેમને વાકેફ કરાયા હતા. મંત્રીએ જણાવ્યું કે, અમુક વિસ્તારોમાંથી પીવાના પાણી અંગે ફરિયાદો મળતાં રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આ કામગીરીને આગળ વધારવામાં આવે. પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે છેવાડાના ગામડા સુધી પાણી મળી રહે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...