તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આઇસીડીએસ વિભાગ દ્વારા જંબુસરની 219 આંગણવાડી કેન્દ્રમાં સુખડીનું વિતરણ કરાયું

જંબુસરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇસીડીએસ વિભાગ જંબુસર દ્વારા જંબુસર શહેરની 29 તથા તાલુકાની 190 મળી કુલ 219 આંગણવાડી કેન્દ્રોમાં વર્ષના કુલ 7509 રજિસ્ટ્રેશન થયેલા લાભાર્થીઓને સરકારના આદેશ મુજબ બાળકોને જૂન 2020થી ગરમ અને તાજો ખરા મળી રહે તે માટે અઠવાડિયામાં 1 કિલો સુખડીનું વિતરણ કરવું. જેને ધ્યાને લઇ ઘરે ઘરે જઇ આંગણવાડી વર્કર બહેનો દ્વારા સુખડીનું વિતરણ કરાયુ હતું.સુખડીમાં ઘઉં, ગોળ, તેલ, સિંગદાણા તલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બાળકોને તમામ પોષક તત્વો મળી રહે છે.બાળકોનું આરોગ્ય સારું રહે છે તેમજ કુપોષણ દૂર કરવાના હેતુસર તથા પૂરક આહાર તેમજ પ્રાથમિક શિક્ષણની કામગીરી અંગે આયોજન કરવામાં આવે છે. વાલીઓનું ગ્રુપ બનાવી ઘરે ઘરે આરોગ્ય અને પોષણને લગતા સંદેશા પહોંચાડવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...