પાલિકામાં પસ્તાળ:જંબુસર પાલિકાના કોંગી સભ્યોની હરાયા ઢોર મુદ્દે પાલિકામાં પસ્તાળ

જંબુસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરે અગાઉ કેટલા રાહદારીઓને ગંભીર ઇજા પહોંચાડી હતી

જંબુસર નગરપાલિકાનાં વિરોધ પક્ષનાં સભ્યો દ્વારા રખડતાં ઢોર જેવા કે ગાય, ગધેડા, કૂતરા જાહેર રસ્તા ઉપર અડીંગો જમાવી દિવસ રાત જાહેર માર્ગ પર વિસરણ કરે છે. જે અંગે જંબુસર શહેરના નાગરિક તેમજ ગામડાથી આવતા લોકો પર હુમલો કરી રાહદારીઓને શારિરીક ઈજાઓ પહોચાડે છે.

તેમજ વાહનને અડફેટે લઇ અકસ્માત સર્જાતાં હોય છે તથા કૂતરાઓ, દ્વારા રાહદારીઆે ને કરડવાના ધણાજ બનાવો બને છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 240,241, 242 હેઠળ જંબુસર નગરપાલિકા દ્વારા કાયદાકીય જોગવાઇ અનુસાર પગલા ભરવા જંબુસર નગર પાલિકાના વિરોધ પક્ષના સભ્યો દ્વારા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...