તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિન્નરોનો યજ્ઞ:જંબુસરમાં કોરોના મુક્તિ માટે કિન્નર સમાજે યજ્ઞ કર્યો, બહુચર માતા મંદિરે ઓલ ઇન્ડિયા કિન્નર સંમેલનનો પ્રારંભ

ભરૂચ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જંબુસર ખાતે કોરોના મુક્તિ માટે કિન્નર સમાજ દ્વારા યજ્ઞ

ઓલ ઈન્ડિયા કિન્નર સમાજનાં સંમેલનમા જંબુસર ખાતે નવચંડી યજ્ઞ કરાયો. સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને ડામવા માટે કિન્નર સમાજ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો

જંબુસર બહુચર માતા મંદિર ખાતે ઓલ ઇન્ડિયા કિન્નર સમાજનાં સંમેલનનો પ્રારંભ કરાયો જેમાં મોટી સંખ્યામાં ભારત ભરમાંથી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સંમેલન ૨૮/૧ / ૨૧ થી ૭/૨/૨૧ સુધી ચાલશે અને તે દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે કિન્નર સમાજ દ્વારા નવચંડી યાગ્ય યોજ્યો હતો જેમાં તમામે આહુત આપી હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને ડામવા માટે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જંબુસર નાયક રેખાકુંવર લાડુ કુંવર નાયક તથા નવસારી નાયક પૂનમ કુંવર ચંપા કુંવર તથા પેટલાદ નાયક આરતી કુંવર મધુ કુંવર સહિતના સમાજના આગેવાનો આ યજ્ઞમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો