આવેદનપત્ર:જંબુસરના કન્ટેઈમેન્ટ ઝોનમાં જીવન જરૂરી ચીજો પહોંચાડવા માંગણી કરી

જંબુસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

હાલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જંબુસરમાં માજા મૂકી છે જેને લઇ કલેકટર ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 30 અને 34તેમજ ધી એકેડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ a2 હેઠળના જાહેરનામાના અનુસંધાને સમગ્ર જંબુસર નગરપાલિકા વિસ્તારને કોવીડ 19 કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે. 

સમય વીતી ગયા બાદ પણ રહીશો  સરકારી સહાય અને મદદથી વંચિત
આ એરિયામાં તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે આ વિસ્તારના રહીશોને આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરી કરી તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે જાહેરનામાનો સમયગાળો તા.3 થી 9/7/20 સુધી અમલમાં રહેશે તેવું કલેકટર ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે સ્થાનિક સરકારી તંત્ર દ્વારા આજદિન સુધી જંબુસર નગરપાલિકા વિસ્તારના રહીશોને કોઇપણ જાતની સરકારી સહાય કે રાશન કે આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવેલ નથી અને જાહેરનામાનો ભંગ કરેલ છે કોરોના મહામારી ને આશરે ચાર માસ જેટલો સમય વીતી ગયા બાદ પણ રહીશો  સરકારી સહાય અને મદદથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...