તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ભરૂચના જંબુસરના કોંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભરૂચ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભરૂચના જંબુસરના કોંગ્રેસના ધારસભ્ય સંજય સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે. સંજય સોલંકીને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યને કોરોના થતાં તેમના સંપર્કમાં આવેલા કાર્યકરો, સામાજીક આગેવાનો અને પરિજનો ચિંતાગ્રસ્ત થઇ ગયા છે.

કોરોના મહામારીની અસર દિનપ્રતિદિન ઘટી રહી છે. હાલમાં પણ એકલ દોકલ કેસ સામે આવી રહ્યા છે ત્યારે જંબુસર કોંગ્રેસનાં ધારાસભ્ય સંજય સોલંકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ થોડા સમયથી બીમાર હતા જે બાદ તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા તેમનો કોરોના પોઝેટિવ હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો