તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાડંબરની બોલતી તસવીર:જામનગર, રાજકોટ અને જૂનાગઢનો ચિતાર, આ નજારા બાદ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ

જામનગર10 દિવસ પહેલા
સૌરાષ્ટ્રમાં ભર'પૂર' તબાહી: તસવીરમાં જૂનાગઢ-પોરબંદર હાઇવે.
  • સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી
  • સાંબેલાધાર વરસાદ વરસતાં મેઘમહેર મેઘકહેર બની ગઈ

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન જે ધમાકેદર બેટિંગ કરી છે એ જોતાં આખાય પંથકમાં પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાઈ ગયું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતાં મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે વિકટ સ્થિતિ સર્જાઈ છે, એને તસવીરોમાં નિહાળીએ.

આજી નદીમાં ઠલવાયેલી ગંધકી પૂરમાં તણાઈને રામનાથ મંદિરના પ્રાંગણમાં સલવાઈ.

ભાદર નદીના પૂરમાં પાણીને કારણે માણાવદરના વેકરી ગામે ખેતરનું ધોવાણ થતાં મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે.

શીંગોડા નદીમાં પાણી આવતાં જમજીરનો ધોધ એના અસલ રંગમાં આવી ગયો છે. આ ધોધ જેટલો તસવીરમાં નયનરમ્ય દેખાય છે એટલો જ નજીક જવામાં જોખમી છે.

સોમવારે ભારે વરસાદને પગલે જામકંડોરણાને રાજકોટ શહેર સાથે જોડતો ફોફળ નદીનો પુલ તૂટી ગયો હતો.

ભાયાવદરથી અરણી જતા રોડ પરનો પુલ ભારે વરસાદથી ધરાશાયી, વાહનવ્યવહાર બંધ.

ગડુ નજીક સોમનાથ-જેતપુર નેશનલ હાઇવે પર મેઘલ નદીનું પાણી ફરી વળ્યું.

વરસાદી શમશેર એવી વિંઝાઇ કે અલિયા અને બાડા વચ્ચેનો રોડ જ કપાઈ ગયો.

હડિયાણા-બાદનપર વચ્ચે બે સ્થળે પુલનું ધોવાણ.

અલિયા ગામમાં વીજ-થાંભલા તણાયા, વીજળી ડૂલ.

જામનગર-કાલાવડ હાઇવે હજુ પણ બંધ.
જામનગર-કાલાવડ હાઇવે હજુ પણ બંધ.
અલિયાના કાંઠાળ વિસ્તારમાં પશુના મૃતદેહો.

કાલાવડના ખરેડી-નવાગામમાં આભ ફાટ્યું, મુશળધાર 30 ઇંચથી જળબંબાકાર.

અન્ય સમાચારો પણ છે...