છાત્રોની કસોટી થશે:ભરૂચના જંબુસર કેન્દ્ર પરથી 3,270 છાત્રો પરીક્ષા આપશે

જંબુસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14મી માર્ચથી ધો-10 અને 12ના છાત્રોની કસોટી થશે

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો-10 અને 12ની પરીક્ષાઓનો 14મીથી પ્રારંભ થવા જઇ રહયો છે. જંબુસર કેન્દ્રમાં નવયુગ વિદ્યાલયમાં એસએસસીના 300 તેમજ એસ એન્ડ આઈસી નગરપાલિકા હાઇસ્કુલમાં 450 વિદ્યાર્થીઓ તેમજ એચએસ શાહ હાઇસ્કુલમાં 300 તેમજ મૌલાના મદની હાઈસ્કૂલમાં 300 અને સરસ્વતી વિદ્યાલયમાં 120 મળી કુલ 1,470 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

જંબુસર નગરની તમામ માધ્યમિક શાળાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની સારોદ ,અમનપુર ,નોંધણા , જંત્રાણ , છીદ્રા, દેવલા , ટંકારી બંદર , કરમાડ ,ભડકોદરા ,ખાનપુરદેહ , નાડા , માલપુર વિગેરે શાળાઓના વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. એચએસસી બોર્ડમાં એસ એન્ડ આઈસી નગરપાલિકા હાઇસ્કુલમાં 450 તેમજ સરસ્વતી વિદ્યાલયમાં 450 તેમજ આદર્શ વિદ્યાલયમાં 360 મળી કુલ 1,260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

જ્યારે એચએસસી સાયન્સ ની પરીક્ષામાં મૌલાના મદની મેમોરિયલ હાઇસ્કુલમાં 300 તેમજ એચ.એસ શાહ હાઇસ્કુલમાં 240 મળી કુલ 540 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થશે. પરીક્ષાને અનુલક્ષી શાળાઓ તરફથી પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરીક્ષાર્થીઓ વાંચનમાં જોતરાઇ ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...