તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:કામદારો પોતાના પરિવાર અને બાળકો સાથે આંદોલનમાં જોડાયા

દહેજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજની વેલ્સ્પન કંપનીના 416 કર્મીઓની બદલી કરવાના મુદ્દે વિરોધ
  • મુંબઈથી કંપનીના એજીએમ દિપક પટેલ વડદલા દોડી આવ્યા

દહેજના વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં 20 વર્ષથી કામ કરતા 416 જેટલા કામદારોની સાગમટે અંજાર અને ભોપાલના યુનિટોમાં બદલી કરતા કામદારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ધારાસભ્ય, કલેકટર અને એસ.પી.ને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ન્યાયની માંગ ઉઠાવી હતી. જોકે છેલ્લા દસ દિવસથી ધરણા પર બેસવા છતાં મેનેજમેન્ટે મચક ના આપતા બે દિવસથી કામદારો ઉગ્ર બન્યા હતા.

કામદારોએ મહિલાઓ અને બાળકો સાથે કમ્પનીના ગેટ સામે જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા જ તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા હતા. જેના પગલે બુધવારે કમ્પની મેનેજમેન્ટ તરફથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર મુંબઈના દિપક પટેલ વડદલા ખાતે દોડી આવ્યા હતા.

લેબર કમિશ્નરની હાજરીમાં લીડરો અને કામદારો સાથે મિટિંગ કરી નિવારણ લવાશે
આજરોજ મુંબઈથી કમ્પનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દિપક પટેલે મારી હાજરીમાં કામદારો સાથે મિટિંગ કરી હતી. જેમણે કામદારોના તમામ મુદ્દાઓ ઉપર લેબર કમિશનરની હાજરીમાં મિટિંગ કરી ચર્ચાઓ કરી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા ખાતરી આપી છે.-પરિમલસિંહ રણા, સિનિયર મેનેજર, એચ.આર. વિભાગ,વેલ્સ્પન.

અમારો પ્રયાસ કર્મીઓને જાળવી રાખવાનો છે
વેલ્સ્પન કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, અમે અંજાર એકમમાં ઉત્પાદન કામગીરીનું વિસ્તરણ કર્યું છે. જ્યારે કોરોનાના લીધે ઉત્પાદનને માઠી અસર થઈ છે અને હંગામી ધોરણે મોકૂફ રાખવામાં આવી છે, તેવા અમારા દહેજ ઉત્પાદન એકમના 374 કર્મચારીઓને જાળવી રાખવાની અને વિકાસ યોજનાના ભાગરૂપે અમારા અંજારના સ્થળે અમે ટ્રાન્સફર કર્યા છે. આ તબક્કામાં અમારી અગ્રતા કર્મચારીઓની આજીવિકા રહી છે. અમે અમારા કર્મચારીઓને ગુજરાતની બહાર બદલી નહીં કરવાનો પ્રયાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...