રોષ:GIDC પહેલા જમીન ગુમાવનારને રોજી આપે પછી કેબીનો હટાવે:MLA

દહેજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દહેજના 5 ગામોમાં લારી ગલ્લા અને કેબીનો હટાવવાનો મુદ્દો ગરમાયો

દહેજ પંથકમાં ઉદ્યોગોમાં આવવા જવા રસ્તાઓ બનાવવા જીઆઇડીસીએ જમીનો સંપાદન કરી છે તેમાં હજી ખેડૂતોને લેન્ડલુઝર પણ બનાવ્યા નથી તેવા સંજોગોમાં લારી ગલ્લા ચલાવી ગુજરાન ચલાવતાં લોકોના ગલ્લા દુર કરવાની જીઆઇડીસીએ કવાયત હાથ ધરતાં પહેલા રોજગારી આપો પછી લારી ગલ્લા અને કેબીનો હટાવો તેવો હુંકાર વાગરાના ધારાસભ્યએ જીઆઇડીસી અધિકારી સમક્ષ કરી દહેજ,અંભેટા, જાગેશ્વર,લખીગામ અને લુવારા ખાતે આપેલ નોટિસો પાછી ખેંચવા જીઆઇડીસી અધિકારીને જણાવ્યું હતું.

દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં લાખો એકર જમીન ઉદ્યોગો માટે આપ્યા બાદ રોજગારી મેળવવા ઘણા પરિવારો જીઆઇડીસીના રોડની સાઈડમાં લારી ગલ્લા અને પતરાની કેબીનો મૂકી નાનો ધંધો કરે છે. તાજેતરમાં જીઆઇડીસીએ પાંચે ગામના 250થી વધુ લોકોને તેમના લારી ગલ્લા અને કેબીનો હટાવવા નોટિસો આપતા લોકોમાં રોષ ઉભો થયો હતો. જીઆઇડીસીએ જો લોકો તેમના લારી ગલ્લા ન હટાવે તો તોડી પાડવાનો ચીમકી આપતા લોકો સામે બેરોજગારીનો ભય ઉભો થયો હતો. જેના પગલે પાંચે ગામના 200થી વધુ લોકો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પાસે દોડી આવ્યા હતા.