તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દહેજના પેટ્રોલપંપ ઉપર ટેન્કરની કેબિનમાં આગ

દહેજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેજના પેટ્રોલપંપ ઉપર ટેન્કરની કેબિનમાં એકાએક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. - Divya Bhaskar
દહેજના પેટ્રોલપંપ ઉપર ટેન્કરની કેબિનમાં એકાએક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
  • સત્વરે આગ ઓલવી નાખતા મોટી દુર્ઘટના ટળી
  • ટેન્કરમાંથી કૂદવા જતા ડ્રાઇવરને સામાન્ય ઇજા

દહેજમાં એકતા પેટ્રોલપમ્પ પર ડીઝલ પુરાવા માટે આવેલ ખાલી ટેન્કરની કેબિનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. પેટ્રોલપમ્પના માણસોએ તત્કાલ પાણી અને ફાયર એક્સટીગુંસર ના ઉપયોગથી આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ખાતે આવેલ એકતા પેટ્રોલપમ્પ પર નર્મદા લોજીસ્ટિકના સલ્ફયુરિક એસિડના ખાલી ટેન્કરની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા ગભરાયેલા ડ્રાઇવર કેબિનમાંથી કૂદવા જતા તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

ટેન્કરની કેબિનમાં આગ લાગતા પેટ્રોલપમ્પના માણસોમાં ફફડાટ ઉભો થયો હતો. પેટ્રોલપમ્પ ના માણસોએ તત્કાલ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ વધે તે પહેલાજ તેના પર કાબુ મેળવી લીધો હતો. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. ઘાયલ ડ્રાઇવરને તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે ટેન્કર સલ્ફયુરિક એસિડ ભરવા જવાનું હતું. એટલે ટેન્કર ખાલી હતું. બીજી બાજુ પેટ્રોલપમ્પ પર જ કેબિનમાં આગ લાગતા જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો ટેન્કર ફાટવા સાથે પેટ્રોલપમ્પ માં પણ બ્લાસ્ટ સાથે ભયંકર આગ ફાટી નીકળવા સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જોકે પેટ્રોલપમ્પ ના માણસોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...