તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:વેલસ્પન કંપનીના 400 કર્મીઓનું ગેટ પાસે ધરણાં પ્રદર્શન

દહેજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી દરમ્યાન વેલ્સપન કંપનીના મેનેજમેન્ટે 416 કામદારોને વર્ક ફ્રોમ હોમના આદેશ કરતા વિવાદ છેડાયો હતો. ત્યારબાદ થોડા દિવસમાં જ કામદારોને આરપીએડીથી અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરતા કામદારોમાં રોજગારી ગુમાવવાનો ભય ઉભો થયો હતો. કામદારોએ ન્યાય મેળવવા ધારાસભ્ય સહિત કલેકટર અને એસપીને રજૂઆતો કરી હતી. ગુરુવારે આખરે કામદારોએ કંપનીના ગેટ પાસે જ ધરણા પર બેસી જઈ કંપની મેનેજમેન્ટ સામે આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે. ધરણા પર બેસેલા કર્મીઓએ કંપની કંપની બંધ કરવાના બદઈરાદાથી બદલીના ઓર્ડર આપ્યાના આક્ષેપ કર્યા હતા. જ્યાં સુધી કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.

કંપની પાઈપના ઓર્ડર ન હોવાનું બહાનું આગળ ધરી રહી છેે
કંપની ઓર્ડર ન મળતા ઉત્પાદન બંધ હોય બદલી કરાયાનું બહાનું આગળ ધરે છે.જે હળહડતું જુઠાણું છે. તાજેતરમાં કંપનીને 164 કિમી લાંબી લાઈન માટે રૂા 1725 કરોડના પાઈપનો ઓર્ડર મળ્યો છે. > દિલીપસિંહ રાજ, જનરલ સેક્રેટરી, દહેજ ઔદ્યોગિક કામદાર સંઘ

કંપની બદલી કરવાના બહાને કામદારોની છટણી કરી રહી છે
કંપનીએ કામદારોની બદલીના બહાને છટણી કરવા માંગે છે. ભૂતકાળમાં 100થી વધુ કર્મીઓની છટણી કરી હતી.હવે કોન્ટ્રાકટ પદ્ધતિ આપનાવવા માંગે છે.કંપની બંધ કરવાના હોત તો ક્લોઝર નોટીસનો ઉપયોગ કર્યો હોત.> પ્રદીપસિંહ જાડેજા, પ્રમુખ, ગુજરાત કામદાર યુનિયન

અન્ય સમાચારો પણ છે...