તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દાહોદ જિલ્લામાં ગણેશોત્સવમા DJની પરવાનગી આપવા સંચાલકોની માગ

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે વર્ષના સમયગાળામાં કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગો સહિત ગણેશ મહોત્સવ તેમજ ખાસ કરીને ગણેશ વિસર્જનમાં DJ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યાં હતાં ત્યારે ચાલુ વર્ષે ગણેશ ઉત્સવમાં DJ વગાડવાની પરવાનગી આપવા માટે દાહોદ જિલ્લાના DJ સંચાલકો દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યુ છે.

હાલમાં આવનાર ગણેશ મહોત્સવમાં DJ વગાડવા માટે દાહોદ જિલ્લાના DJ સંચાલકો આજે મોટી સંખ્યામાં દાહોદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયાં હતાં .જ્યાં કલેક્ટરને સંબોધતું એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યાં અનુસાર, છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના કારણે ઘણા બધા ધંધાઓ બંધ કરી દેવામાં આવ્યાં હતાં પરંતુ હાલ મોટા ભાગના ધંધાને ચાલુ કરવા માટે પરવાનગી મળી ગઈ છે. છતાં DJ વગાડવાવાળા લોકોનો ધંધો હજી પણ બંધ છે જેના પરિણામ સ્વરૂપે આ ધંધા સાથે સંકળાયેલા ઘણા પરિવાર આર્થિક તંગી ભોગવવી રહ્યાં છે અને તેમને પરિવારનું ગુજરાન ચલાવવનું મુશ્કેલ પડી રહ્યું છે.

હાલ આવી રહેલા ગણેશ મહોત્સવમાં સમાધાનકારક રસ્તો અપનાવી DJ વગાડવાની પરવાનગી આપવામાં આવે અથવા ગણેશજીના પંડાલ પાસે બેઠુ DJ મુકવાની પરવાનગી આપવામાં આવે તેવી કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, DJના ધંધા પર આશ્રિત પરિવારો પોતાની રોજગારી મેળવી શકે. આ ઉપરાંત બીજા પ્રકારની રેલીઓમાં DJ વગાડવાની પરવાનગી આપવામાં આવે ત્યારે ફક્ત તહેવારોમાં DJ વગાડવાની પરવાનગી નહીં આપવાનું કોઈ ચોક્કસ કારણ સમજાતુ નથી .જેથી આ અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય કરવા કલેક્ટર સમક્ષ દાહોદ જિલ્લાના DJ સંચાલકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...