તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેદ ઉકેલાયો:એસએસ પાઈપો અને એલ્યુમિનિયમની ચોરી કરનાર 3 ઝડાપાયા

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દહેજ પોલીસે સાડા 10 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો
 • વિશ્વાત કેમિકલ કંપની અને ઝઘડીયા જીઆઇડીસીની ચોરીનો ભેદ ઉકેલાયો

થોડા સમય પહેલા વિશ્વાત કેમિકલ કંપનીમાંથી એસ.એસ.પાઈપોની અને ઝઘડીયા જીઆઇડીસીમાંથી થયેલી એલ્યુમિનિયમની ચોરીનો ભેદ દહેજ પોલીસે ઉકેલ્યો છે. દહેજ પોલીસે એસ.એસ.ની પાઈપો અને એલ્યુમિનિયમના જથ્થો મળી કુલ 10.50 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દહેજના વડદલા ગામની સીમમાં કેટલાક ઇસમો ચોરીનો મુદ્દમાલ બોલેરો પિકઅપ ગાડીમાં નંબર GJ.16.AV 2507માં ભરી રહ્યા છે જેવી બાતમીના આધારે દહેજ પોલીસે બાતમી વાળી જ્ગ્યા પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એસ.એસ.ની પાઇપો અને એલ્યુમિનિયમના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીના ચાલક સહિત ત્રણ ઈસમોને મુદ્દામાલ અંગે પૂછપરછ કરતાં દહેજની વિશ્વાત કેમિકલ કંપનીમાંથી એસ.એસ.પાઇપો અને ઝઘડીયા જી.આઈ.ડી.સી.માંથી એલ્યુમિનિયમના કેબલોની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે જોલવા ગામના સેફરોસિટી સામે રહેતા બોલેરો પિકઅપ ગાડી ચાલક રાજકુમાર રામ કિશોર કલુવા ચૌધરી,અજયપાલ દીપચંદ બાલમકુંદ ગુર્જર અને જુંમન અલ્લી સીપારસ અલ્લી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે એસ.એસ.ની પાઇપો અને એલ્યુમિનિયમના જથ્થો તેમજ પિકઅપ ગાડી મળી કુલ 10.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે દહેજ પોલીસે વિશ્વાત કેમિકલ કંપનીમાંથી થયેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો